ઓબાદ્યા
11આ એ સંદેશ છે જે આપણા ઈશ્વર યહોવાહે મને, ઓબાદ્યાને અદોમના લોકો વિષે આપ્યો હતો. આપણા ઈશ્વર યહોવાહે આપણને આ કહ્યું છે:
"મેં અન્ય દેશોમાં સંદેશવાહક મોકલ્યો છે
અને તેઓને કહ્યું છે કે અદોમ પર જઈને હુમલો કરવાની તૈયારી કરો." 2હવે અદોમના લોકોને યહોવાહ કહે છે:
"મારી વાત સાંભળો, હું ટૂંક સમયમાં જ તમને પૃથ્વી પરનો સૌથી નબળો અને ધિક્કારપાત્ર દેશ બનાવી દઈશ.
3તમારી રાજધાની પથરાળ ખડકોમાં ઊંચું છે,
અને તમે ખૂબ ગર્વ કરો છો.
તમે એમ માનો છે કે તમે ત્યાં સુરક્ષિત છો અને કોઈ સૈન્ય તમને જીતી શકશે નહીં.
પણ તમે તમારી જાતને છેતર્યા છે.
4જો તમે ગરુડ જ્યાં રહે છે ત્યાં અથવા તેનાથી પણ ઊંચે તારાઓ વચ્ચે વાસ કરો,
તેમ છતાં હું જે શત્રુઓ તમારા પર મોકલું છું તેઓથી તમે ત્યાં પણ સુરક્ષિત નથી. હું યહોવા, તમને આ જાહેર કરું છું.
5જ્યારે કોઈ ચોર રાત્રિ દરમિયાન કોઈના ઘરમાં ઘૂસીને લૂંટ કરે,
ત્યારે તે ચોક્કસપણે ફક્ત એ જ વસ્તુઓની ચોરી કરે જે તે ઇચ્છે છે.
અને જે લોકો દ્રાક્ષ વીણે છે તેઓ હંમેશા વેલા પર થોડી દ્રાક્ષ રહેવા દે છે.
પરંતુ , તેમનાથી વિપરીત, શત્રુઓ તમારા દેશનો સંપૂર્ણ નાશ કરશે!
6હે એસાવના વંશજો, આ શત્રુઓ તમારી પાસે જે છે તે બધું જ છીનવી લેશે.
તમે સંતાડેલી કિંમતી વસ્તુઓ પણ તેઓ શોધી કાઢશે અને લઇ જશે.
7તમારા બધા મિત્રરાષ્ટ્ર તમારી વિરુદ્ધ થઈ જશે, અને તેઓ તમને તમારો દેશ છોડવા માટે દબાણ કરશે.
હવે જેમની સાથે તમે સુલેહશાંતિમાં રહેતા હતા તેઓ તમને છેતરશે અને તમને પરાજિત કરશે.
જેઓ તમારી સાથે ભોજન કરે છે તેઓ હવે તમને ફસાવવાની યોજના બનાવી રહ્યા છે.
તમે અદોમના લોકોને આ બાબતની કંઈ પણ સમજણ નથી.
8હું યહોવાહ, જાહેર કરું છું કે તે સમયે,
હું અદોમના માનવંતા જ્ઞાનીઓનો પણ નાશ કરીશ. તે પર્વતોમાં રહેતા કોઈને પણ હવે શું કરવું તેની ખબર પડશે નહીં.
9અદોમની સેનાના સૈનિકો ગભરાઈ જશે.
પછી જ્યારે તમારું સૈન્ય લડવાનું બંધ કરશે, ત્યારે હુમલાખોરો અદોમ દેશમાં રહેતા તમારા બધા લોકોનો સંપૂર્ણ નાશ કરશે.
10"તમે તમારા પૂર્વજ એસાવના જોડિયા ભાઈ યાકૂબના વંશજો તમારા સંબંધીઓ સાથે ક્રૂર વર્તન કર્યું હતું તેને કારણે આ બધું થશે.
તેથી હવે તમારામાંનો દરેકજણ શરમાશે, અને હુમલાખોરો તમારો હંમેશને માટે નાશ કરશે.
11તે સમયે જ્યારે અજાણ્યાઓ ઇઝરાયલીઓની સંપત્તિ લઈ ગયા, ત્યારે તમે તેમને મદદ કરવા કંઈ કર્યું નહિ.
વિદેશીઓએ યહુદાનાં બધાં શહેરો જીતી લીધાં અને યરૂશાલેમમાંથી તેઓને જે જોઈતું હતું તે પણ લઈ લીધું.
અને તમે તે વિદેશીઓની જેમ જ દુષ્ટ હતા , કારણ કે તમે તેમણે મદદ કરવા માટે કંઈ કર્યું નહી.
12ઇઝરાયલીઓ જે વિપત્તિ અનુભવી રહ્યા હતા એ વિશે તમારે આનંદ કરવો જોઈતો નહોતો.
જ્યારે તેમના નગરો બરબાદ થઈ ગયા ત્યારે તમારે ખુશ થવું જોઈતું નહોતું.
જ્યારે તેઓ પીડાતા હતા ત્યારે તમારે તેમની મજાક ઉડાવી જોઈતી નહોતી.
13જ્યારે તેઓ આ ભયંકર આફત અનુભવી રહ્યા હતા ત્યારે તમારે તેમના શહેરના દરવાજાઓમાં પ્રવેશવું જોઈતું નહોતું કારણકે તેઓ મારા લોક છે.
હા, તમે! તમે તેમને પીડાતા જોઈને આનંદ કરવો જોઈતો નહોતો.
તમે સ્ત્રીઓએ તેમની કિંમતી સંપત્તિ છીનવી લીવી જોઈતી નહોતી.
14નાસી જવાની કોશિશ કરી રહેલા કેટલાક ઇઝરાયલીઓને મારી નાખવા તમારે ચોકડી પર ઊભા રહેવું જોઈતું ન હતું.
જ્યારે તેઓ આ આફતો અનુભવી રહ્યા હતા ત્યારે તમારે તેમાંથી બચી ગયેલા અન્ય લોકોને પકડવા જોઈતા નહોતા અને તેમને તેમના શત્રુઓને હવાલે કરવા જોઈતા નહોતા.
15તમારે ઇઝરાયલીઓને મદદ કરવી જોઈતી હતી, કારણ કે સમય પાસે આવી રહ્યો છે જ્યારે હું યહોવાહ, સર્વ પ્રજાઓનો ન્યાય કરીશ અને શિક્ષા કરીશ.
હું તમારી અદોમના લોકો સાથે એ જ કરીશ જે તમે બીજાઓ સાથે કર્યું હતું.
તે જ દુષ્ટ વસ્તુઓ જે તમે બીજાઓ સાથે કરી હતી તે જ તમારી સાથે થશે.
16હે ઇઝરાયલીઓ, અદોમના લોકોએ તમારી સાથે આ દુષ્ટ કૃત્યો કરવા જોઈતા નહોતા, કારણ કે જે રીતે તમે યરૂશાલેમમાં પર્વત પર જ્યાં મારું પવિત્ર ભક્તિસ્થાન છે ત્યાં દુઃખ સહન કર્યું હતું,
તે જ રીતે હું બીજા બધા દેશોને સજા કરવાનું ચાલુ રાખીશ.
હું તેઓને સખત સજા કરીશ અને તેમનું અસ્તિત્વ મિટાવી દઈશ.
17પણ યરૂશાલેમમાં કેટલાક લોકો બચી જશે,
અને યરૂશાલેમ એક પવિત્ર સ્થાન બનશે.
પછી ઇઝરાયલના વંશજો ફરી એક વાર તેઓની જમીન પર કબજો કરશે.
18ઇઝરાયલના લોકો અગ્નિ જેવા થશે અને અદોમના લોકો સૂકા ઘાસ જેવા થશે.
જેમ અગ્નિ સૂકા ઘાસને સંપૂર્ણપણે બાળી નાખે છે તેમ તેઓ અદોમના લોકોનો નાશ કરશે.
અદોમના વંશજોમાંથી કોઈ પણ બચશે નહિ.
આ નિશ્ચિતપણે થશે કારણ કે મેં, યહોવાહે તે થશે જ, એવું કહ્યું છે.
19યહૂદિયાના દક્ષિણના અરણ્યમાં રહેતા ઇઝરાયલીઓ અદોમના દેશનો કબજે લેશે.
પશ્ચિમ તળેટીમાં રહેતા ઇઝરાયલીઓ ફિનીકિયાના પ્રદેશનો કબજો લેશે.
ઇઝરાયલીઓ એફ્રાઈમના કુળના અને ઉત્તરમાં સમરુન શહેરની આસપાસના વિસ્તારોનો પણ કબજો લેશે.
બિન્યામીનના કુળના લોકો યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ કબજો લેશે.
20ઇઝરાયલના રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકોને પકડી લેવામાં આવ્યા અને તેમના ઘરોમાંથી દૂર લઈ જવામાં આવ્યા. તેઓ કનાન દેશમાં રહેતા હતા. પણ તેઓ પાછા ફરશે, અને તેઓ સારફત સુધી ઉત્તર તરફના દેશને જીતી લેશે અને કબજો લેશે.
ઘણા લોકોને પકડવામાં આવ્યા હતા અને યરૂશાલેમથી દૂર લઈ જવામાં આવ્યા હતા. તેઓ હવે સફારાદમાં રહે છે. તેઓ પાછા ફરશે અને યહૂદિયાના દક્ષિણ વિસ્તારના અરણ્યના શહેરોનો કબજો લેશે.
21ઇઝરાયલના સેનાના આગેવાનોએ અદોમની ભૂમિ પર વિજય મેળવ્યા પછી, તેઓ યરૂશાલેમથી અદોમ પર શાસન ચલાવશે.
અને યહોવાહ તેઓનો રાજા થશે.